5 Kartik Aaryan Best Movies: કાર્તિક આર્યનની આ 5 ધમાકેદાર ફિલ્મો જોઈને તમારું પણ દિલ થઈ જશે ખુશ, જુઓ અહીં લિસ્ટ

5 Kartik Aaryan Best Movies: કાર્તિક આર્યનએ બોલીવુડના દિગ્ગજ અભિનેતા છે. તેમનો જન્મ 22 નવેમ્બર 1990 રોજ થયો હતો. જે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેમણે પોતાના અભિનય સફરની શરૂઆત વર્ષ 2011માં કરી. એ પ્યાર કા પંચનામા નામની એક હિન્દી ફિલ્મ હતી, જેમાં તેમણે રજત નામક છોકરાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માં એમને લગભગ 5 મિનટ રુક્યા વગર પોતાના ડાયલોગ્સ બોલ્યા હતા. જે હિન્દી ફિલ્મ માં સૌથી લાંબા મનાય છે. કાર્તિક આર્યને તેની કારકિર્દીમાં ઘણી બધી અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે અને લોકોનાં હંમેશા દિલ જીત્યા છે.

જો તમે પણ કાર્તિક આર્યનના ચાહક છો, તો તમારે કાર્તિક આર્યનની આ પાંચ ફિલ્મો અવશ્ય જોવી જોઈએ તો ચાલો જાણીએ કાર્તિક આર્યનની 5 શ્રેષ્ઠ ફિલ્મો…

5 Kartik Aaryan Best Movies List

Movie Title Director Release Year
Pyaar Ka Punchnama Luv Ranjan 2011
Sonu Ke Titu Ki Sweety Luv Ranjan 2018
Luka Chuppi Laxman Utekar 2019
Dhamaka Ram Madhvani 2021
Bhool Bhulaiyaa 2 Anees Bazmee 2022

Pyaar Ka Punchnama – Kartik Aaryan Best Movies

લવ રંજન નિર્દેશિત પ્યાર કા પંચનામા ફિલ્મએ કાર્તિક આર્યનની પહેલી ફિલ્મ હતી. જે એક રોમાન્ટિક અને કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સોનાલી સેગલ, ઈશિતા રાજ શર્મા, સની સિંહ, દિવ્યેન્દુ અને રેયો એસ. બખીરતા જેવા દિગ્ગજ કલાકારો જોવા મળે છે. આ ફિલ્મ એ 20 મે 2011 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી, આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી હતી, લોકોની પસંદને કારણે આ ફિલ્મનો બીજો ભાગ પણ બનાવવામાં આવ્યો હતો, જે 16 ઓક્ટોબર 2015 ના રોજ રિલીઝ થયો હતો.

Pyaar Ka Punchnama

Sonu Ke Titu Ki Sweety – Kartik Aaryan Best Movies

આ ફિલ્મએ 23 ફેબ્રુઆરી 2018 ના રોજ રિલીઝ થઈ હતી. આપણે ફિલ્મની સ્ટોરી પર એક નજર કરીએ તો સોનુ અને ટીટુ બાળપણના મિત્રો છે. ટીટુ હંમેશા નિષ્કપટ પ્રેમી રહ્યો છે, જે સરળતાથી પ્રેમમાં પડી જાય છે. સોનુ હંમેશા તેને બચાવવા માટે પગલાં ભરે છે. પરંતુ ટીટુ સ્વીટીના પ્રેમમાં પાગલ થઈ જાય છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 108 કરોડની કમાણી કરી હતી જેને IMDb દ્વારા 7.1 નું રેટિંગ આપવામાં આવ્યું છે.

Sonu Ke Titu Ki Sweety

Luka Chuppi – Kartik Aaryan Best Movies

લક્ષ્મણ ઉતેકર નિર્દેશિત લુકા ચુપ્પી ફિલ્મ એ 2019 ની રોમાન્ટિક અને કોમેડી ફિલ્મ છે. જે ફિલ્મ 25 કરોડના બજેટની અંદર બનાવવામાં આવી હતી, જેણે 128.86 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ગુડ્ડુ માથુર (કાર્તિક આર્યન) અને રશ્મિ ત્રિવેદી (કૃતિ સેનન)ની વાર્તા છે. ગુડ્ડુ એક ચેનલનો રિપોર્ટર છે. તે રશ્મિને તેની ઓફિસમાં પહેલી વાર મળે છે અને તરત જ તેના પ્રેમમાં પડી જાય છે. રશ્મિ પણ ગુડ્ડુના પ્રેમમાં પડે છે અને તેઓ લિવ-ઇન રિલેશનશિપ શરૂ કરે છે. જોકે, તેના માતા-પિતાને તે પસંદ નથી. આનાથી બચવા માટે ગુડ્ડુ અને રશ્મિ લગ્ન કરવાનો ડોળ કરવાનું નક્કી કરે છે. આ ફિલ્મને IMDb દ્વારા 6.4 નું રેટિંગ આપવામાં આવ્યું છે.

Luka Chuppi

Dhamaka – Kartik Aaryan Best Movies

આ ફિલ્મ રામ માધવાણી દ્વારા બનાવવામાં આવી છે, જે 19 નવેમ્બર 2021 ના રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પત્રકાર અર્જુન પાઠકની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ખૂબ જ ગંભીર ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી રોમેન્ટિક કોમેડી ફિલ્મોમાં કામ કરી રહેલો કાર્તિક આર્યન હવે પહેલીવાર સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ધમાકા’માં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, અમૃતા સુભાષ અને વિશ્વજીત પ્રધાન જેવા કલાકારો આપણને જોવા મળશે.

Dhamaka

Bhool Bhulaiyaa 2 – Kartik Aaryan Best Movies

આ ફિલ્મએ અનીસ બઝમી દ્વારા બનાવવામાં આવી હતી, જે 70 કરોડના બજેટની અંદર બની હતી અને 266.88 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની વાર્તા ખૂબ જ ડરામણી અને ભયાનક છે અને ફિલ્મમાં કાર્તિક આર્યન અને ક્યારા અડવાણીની રોમાન્ટિક વાર્તા પણ જોવા મળે છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને લોકોને પણ પસંદ આવી હતી.

Bhool Bhulaiyaa 2

આ પણ વાંચો : Amazon Great Republic Day Sale માં મળી રહ્યો 8,999 વાળો આ મોબાઈલ માત્ર 5,999 રૂપિયામાં

આ પણ વાંચો : Infinix Smart 8 HD Price in India: 5000 mAh બેટરીવાળો સૌથી સસ્તો ફોન, દેખાવમાં બિલકુલ iphone જેવો, જાણો કિંમત

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

Leave a Comment