Allu Arjun Rejected Liquor and Pan Masala Advertisement: અલ્લુ અર્જુનએ ઠુકરાવી દીધી 10 કરોડની દારૂની જાહેરાતની ઓફર,બોલી આ વાત

Allu Arjun Rejected Liquor and Pan Masala Advertisement

Allu Arjun Rejected Liquor and Pan Masala Advertisement: સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર અલ્લુ અર્જુન હંમેશા પોતાના ચાહકોના અને લોકોના દિલ જીતતા હોય છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનએ એક દારૂ કંપનીની જાહેરાતની ઓફર ઠુકરાવી દીધી છે. અલ્લુ અર્જુનને દારૂ કંપની દ્વારા 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. 

આ પહેલીવાર નથી જ્યારે અલ્લુ અર્જુને કોઈ દારૂ અથવા પાન બ્રાન્ડની ઓફરને નકારી હોય. ‘પુષ્પા: ધ રાઇઝ’ની સફળતા પછી એવા અહેવાલ હતા કે અભિનેતાને એક ટીવી જાહેરાત માટે તમાકુ કંપની દ્વારા મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને તે ઓફર પણ ફગાવી દીધી હતી.

Allu Arjun Rejected Liquor and Pan Masala Advertisement – અલ્લુ અર્જુનએ ઠુકરાવી દીધી દારૂની જાહેરાતની ઓફર

અલ્લુના નજીકના લોકોએ જણાવ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમના ચાહકો આ વસ્તુઓની જાહેરાત જોયા પછી આવી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરે, જેનાથી તેઓ આના વ્યસની બની જાય. તેઓ માને છે કે તેઓ પોતે જેનું સેવન નથી કરતા, તેનો પ્રચાર શા માટે કરે.

Allu Arjun Rejected Liquor and Pan Masala Advertisement

Allu Arjun Instagram Followers – અલ્લુ અર્જુન ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સ

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન હંમેશા કોઈક કારણોસર ચર્ચામાં હોય છે. હમણાં જ તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ ને લઈને ચર્ચામાં છે. તેમના ચાહકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે, જો તેમના instagram એકાઉન્ટ પર એક નજર કરીએ તો તેમના ફોલોવર્સ 23 મિલિયનથી પણ વધુ છે. તેમનું ફેન ફોલોવિંગ ખૂબ જ મોટું છે.

Allu Arjun poster of ‘Pushpa 2’ – ‘પુષ્પા 2’નું અલ્લુ અર્જુનનું પોસ્ટર

સુકુમાર નિર્દેશિત ફિલ્મ ‘ પુષ્પા ‘ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને બોક્સ ઓફિસ પર પણ ખૂબ જ સફળ રહી હતી. હવે તેનો બીજો પાર્ટ ‘પુષ્પા 2’ આવવાનો છે જેની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હમણાં જ અલ્લુ અર્જુને તેનું ‘પુષ્પા 2’ નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું હતું જેમાં તેણે સાડી પહેરી હતી અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો હતો. તેણીએ બંગડીઓ, ઘરેણાં, નાકની વીંટી અને ઝુમકા પણ પહેર્યા હતા.

‘પુષ્પા 2’ ફિલ્મએ 15 ઓગસ્ટ 2024 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રીલીઝ થશે. પુષ્પા 2 એ સિનેમા ઘરોમાં ધૂમ મચાવ્યા બાદ આ ફિલ્મ OTT પર રિલેજ થશે.

આ પણ વાંચો : Upcoming Bollywood Movies in 2024

આ પણ વાંચો : Sidharth Malhotra Upcoming Movies

Leave a Comment