Dunki First Day Advance Booking: શાહરુખ ખાનની ફિલ્મ ડંકીએ પહેલાજ દિવસે એડવાન્સ બુકિંગમાં મચાવી ધમાલ, જાણો આંકડા

Dunki First Day Advance Booking

Dunki First Day Advance Booking: ફિલ્મ ‘ડંકી’ ને લઈને શાહરુખ ખાનના ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે તેમની બે ફિલ્મો પઠાન અને જવાન બોક્સ ઓફિસ પર ખુબ જ ધમાલ મચાવી છે, અને ખૂબ જ સફળ રહી છે. હવે તેમની નવી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે જેની એડવાન્સ બુકિંગ 16 ડિસેમ્બર, શનિવારથી શરૂ થઈ ગયું છે. જો તમે પણ શાહરૂખ ખાનનો પહેલો શો જોવા માંગો છો તો તમારે પણ એડવાન્સ બુકિંગ કરાવી લેવું જોઈએ.

Dunki First Day Advance Booking

કિંગ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરના રોજ થિયેટરોમાં મોટા પડદા પર જોવા મળશે. શાહરુખ ખાન તેમના ચાહકોને ક્રિસમસ પર એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. જો આપણે ડંકીના પહેલા દિવસના એડવાન્સ બુકિંગ ના Sacnilk ના રિપોર્ટ પર એક નજર નાખીએ તો, જેમાં પહેલા જ દિવસે 37,652 ટિકિટો વેચીને કુલ 1.36 કરોડની કમાણી કરી લીધી છે.

What is the story of the movie ‘Dunky’ – શું છે ફિલ્મ ‘ડંકી’ની સ્ટોરી

રાજકુમાર હીરાની નિર્દેશિત ફિલ્મ ‘ડંકી’ એ મિત્રોના એક ગ્રુપની સ્ટોરી છે. જે બીજા દેશમાં જવા માટે ચોર રસ્તો અપનાવે છે. પરંતુ તે પછી તેમને ઘરે પરત આવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુએ લીડ રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મના ત્રણ ગીત ‘લટ-પુટ ગયા’, ‘નિકલે ધ કભી હમ ઔર સે’ અને ‘ઓ માહી’ રિલીઝ થયા છે, જેમાં શાહરૂખ અને તાપસીની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. સૂત્રો મુજબ આ ફિલ્મ જોવા લાયક છે અને હાલમાં લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ છે, તેના પર આધારિત છે. જેથી તે લોકોને આકર્ષિત કરશે.

Dunki Movie Budget – ડંકી ફિલ્મનું બજેટ

ફિલ્મ ડંકીમાં તાપસી પન્નુ, વિકી કૌશલ, શાહરુખ ખાન જેવા મોટા મોટા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મના ફર્સ્ટ હાફ ડંકીના લંડન સુધીના સફર વિશે છે. આ તમને પાત્રો અને સ્ટોરીની સાથે સાથે કોમેડી, રોમાંસ, પ્રેમ અને ઉંડી મિત્રતા બતાવી છે. બીજા હાફમાં ફિલ્મ તમને રડાવી નાખે તેવી છે. આ ફિલ્મનું બજેટ માત્ર 85 કરોડ રૂપિયા છે. જે આગામી 6 વર્ષની ફિલ્મોની સરખામણીમાં સૌથી ઓછા બજેટ વાળી ફિલ્મ છે. જ્યારે આની પહેલા પઠાન ઓર જવાન ફિલ્મનું બજેટ 250 કરોડ અને 300 કરોડ રૂપિયા હતું.

Dhunki Movie Cast – ડંકી ફિલ્મ કાસ્ટ

Actor/Actress Role
Shah Rukh Khan Hardy
Taapsee Pannu Manu
Boman Irani Gulati
Vicky Kaushal Sukhi
Vikram Kochhar Buggu
Anil Grover Balli

આ પણ વાંચો : અલ્લુ અર્જુનએ ઠુકરાવી દીધી 10 કરોડની દારૂની જાહેરાતની ઓફર,બોલી આ વાત

આ પણ વાંચો : Realme c53 5g મોબાઈલ ખરીદો માત્ર 9,999 રૂપિયામાં, એ પણ 108 MP કેમેરા સાથે

Leave a Comment