Free Silai Machine Yojana Gujarat 2024: આ રીતે ભરો ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Free Silai Machine Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024: આ યોજના હેઠળ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના દ્વારા, રસ ધરાવતી મહિલાઓ ફ્રી સિલાઇ મશીન માટે અરજી કરી શકે છે. આ લેખમા યોજના વિશે માહિતી અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

Free Silai Machine Yojana Gujarat 2024

યોજના ફ્રી સિલાઈ મશીન યોજના 2024
અમલીકરણ કેન્દ્ર સરકાર દ્વારા
વિભાગ માનવ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ
યોજનાનો ઉદ્દેશ મહિલાઓને સ્વરોજગારી કરી આત્મનિર્ભર બનાવવી
લાભાર્થી દેશની ગરીબ મહિલાઓ
મળવા પાત્ર સહાય રૂપિયા 21,500/- ની સાધન સહાય મળશે.
ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ https://www.india.gov.in/

ફ્રી સિલાઈ મશીન યોજનાનો હેતુ (Purpose Of Free Silai Machine Yojana)

  • ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે.
  • ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરશે.
  • મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.
    આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે મળવાપાત્ર સહાય (Free Silai Machine Yojana Amount)

માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. આ સાધન સહાય યોજના હેઠળ 21,500/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

પાત્રતા ધોરણો (Eligibility Criteria)

ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજનાના ઉમેદવારોને નીચેની લાયકાતની આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.

  • માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરી શકે છે.
  • અરજદારોની ઉંમર 20 અને 40 ની વચ્ચે હોવી જોઈએ.
  • ફ્રીસિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે.
  • રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ડોકયુમેન્ટ લીસ્ટ (Document list)

ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ લાભ મેળવવા માટે તમામ મહિલાઓ પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે.

  1. આધાર કાર્ડ
  2. ઓળખપત્ર
  3. સરનામાનો પુરાવો
  4. વય પ્રમાણપત્ર
  5. આવક પ્રમાણપત્ર
  6. જો વિકલાંગ હોય તો વિકલાંગતા તબીબી પ્રમાણપત્ર
  7. જો કોઈ વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
  8. સમુદાય પ્રમાણપત્ર
  9. મોબાઇલ નંબર
  10. પાસપોર્ટ સાઇઝનો ફોટો

How To Online Apply Free Silai Machine Yojana Gujarat 2024

ફ્રી સિલાઈ મશીન યોજના ઓનલાઇન અરજી પણ કરી શકાય છે. નીચે આપેલા પગલાને અનુસરીને ફ્રી સિલાઈ મશીન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરવા માટે સૌ પ્રથમ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હવે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પરના એપ્લાય ઓપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજ પર મોબાઈલ નંબર અને આપેલ કેપ્ચા કોડ એન્ટર કરીને વેરિફાય કરો.
  • વેરિફિકેશન પછી ફ્રી સિલાઈ મશીન એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • હવે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
  • તે પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • છેલ્લે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
  • આ રીતે ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • એકવાર અરજી ફોર્મ વેરિફાય થઈ જશે પછી તમને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.

અગત્યની લીંક (Important Link)

ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
Home Page અહીં ક્લિક કરો

FAQ’S :

ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કોને આપવામાં આવશે?

આ યોજનાનો લાભ દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોની આર્થિક રીતે નબળી મહિલાઓને આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થી મહિલાઓને મફત સિલાઈ મશીન આપશે.

મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?

આ યોજના માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે મફત સિલાઈ મશીન યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. અમે તમને આ લેખમાં અરજી ફોર્મ ડાઉનલોડ કરવાથી લઈને અરજી કરવા સુધીની પ્રક્રિયા ઉપલબ્ધ કરાવી છે.

ફ્રી સિલાઈ મશીન યોજના સંબંધિત અન્ય માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર શું છે?

જો તમે આ યોજનાને લગતી કોઈપણ અન્ય માહિતી મેળવવા માંગતા હો, તો તેના માટે તમે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો 110003 .

Leave a Comment