Poonam Pandey Death Fake News: શું પૂનમ પાંડેની થશે ધરપકડ ? મૃત હોવાનું નાટક પડશે ભારે

Poonam Pandey Death Fake News: લોકપ્રિય અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં છે. તેણીએ પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. જેના કારણે હવે તેની ધરપકડ થઈ શકે છે. મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોએ નકલી સમાચાર ફેલાવવા બદલ પૂનમ પાંડે સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.

અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સાંભળીને બધા ચોકી ગયા હતા. પરંતુ બીજા દિવસે તેણીએ પોતાનો જીવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણીએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેણીને સર્વાઇકલ કેન્સર હોવાથી કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે અફવા ફેલાવી હતી.

કોણ છે પૂનમ પાંડે?

પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ 1991 ના કાનપુર ખાતે થયો હતો, તેણીની હાલની ઉંમર 32 વર્ષ છે. પૂનમ પાંડે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી અને મોડલ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ અને હોટ સ્ટાઈલ માટે જાણીતી છે. 2013માં તેણીએ ફિલ્મ ‘નશા’થી અભિનયની શરૂઆત કરી હતી. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે.

પૂનમ પાંડેને તેના મૃત્યુનું નાટક કરવું પડી રહ્યું છે ભારે

પૂનમ પાંડેને તેના મૃત્યુનું નાટક કરવું ભારે પડી રહ્યું છે વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ વર્કર યુનિયને માંગ કરી છે કે 24 કલાકમાં લેખિત માફી માંગવામાં આવે નહીંતર તેઓ હડતાલ ઉપર જશે. અન્યથા તેઓ પૂનમ પાંડે સાથે સંબંધીત કોઈપણ શૂટમાં ભાગ ન લેવાની ચેતવણી આપી છે.

પૂનમ પાંડે સામે ફરિયાદ દાખલ

મુંબઈના વકીલ અલિકાશીફ ખાને અભિનેત્રી પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમને પૂનમ પાંડે પર તેના મૃત્યુની અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ એક ગંભીર ગુનો છે અને પૂનમ પાંડે સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

પૂનમ પાંડે સામેની ફરિયાદ સિવાય તેણે પૂનમ પાંડેની મેનેજર નિકિતા શર્મા અને હોટરફ્લાયનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ બંને પણ પૂનમ પાંડેના મૃત્યુની અફવાઓમાં સામેલ છે.

તેઓએ IPC કલમ 417, 420, 120 B અને 24 હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.

રાજકીય નેતાઓએ પણ પૂનમ પાંડેની ધરપકડની માંગ કરી છે

પૂનમ પાંડેના મૃત્યુની અફવા ફેલાઈ ગયા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકીય હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય (MLA) સત્યજીત તાંબેએ X પર ફરીથી પોસ્ટ કરતી વખતે પૂનમ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પૂનમની નિંદા કરી હતી

સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેના ચાહકોથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે તેને ‘ઘૃણાસ્પદ’, ‘શરમજનક’ અને ‘સસ્તી લોકપ્રિયતા’ ગણાવી છે. પૂજા ભટ્ટ, સારા ખાન, અલી ગોની અને રાહુલ વૈદ્ય સહિત સોશિયલ મીડિયાના ચાહકો અને ફિલ્મી હસ્તીઓએ આને ઘૃણાસ્પદ લાગ્યું અને પૂનમની સખત નિંદા કરી છે અને આ રોગ પ્રત્યે આવા શરમજનક કૃત્ય કરવા બદલ તેણીની ટીકા કરી છે.

આ પણ વાંચો: I Phone ના લુક જેવો Infinix નો આ સ્માર્ટફોન થશે લોન્ચ, માત્ર 8,490 રૂપિયામાં

આ પણ વાંચો: Honda Shine 100 Emi Offer: માત્ર 2,336 ના હપ્તા ઉપર લઈ જાઓ તમારા ઘરે

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

Leave a Comment