Top 5 Movies of Alia Bhatt : આ છે આલિયા ભટ્ટની 5 ધમાકેદાર ફિલ્મો, અહીં જુઓ લીસ્ટ

Top 5 Movies of Alia Bhatt: આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈ ખાતે થયો હતો. જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. આલિયા ભટ્ટે 2012માં તેણીએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માં પહેલીવાર ભૂમિકા ભજવી હતી, જેમાં નવોદિત કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન હતા.

આલિયા ભટ્ટ એક એવી અભિનેત્રી છે જે તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તેણીએ તેની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે અને દરેક વખતે તેણે તેના ચાહકોને પ્રભાવિત કર્યા છે.

જો તમે આલિયા ભટ્ટના ચાહક છો, તો તમારે આલિયા ભટ્ટની આ પાંચ ફિલ્મો (Top 5 Movies of Alia Bhatt) અવશ્ય જોવી જોઈએ.

Top 5 Movies of Alia Bhatt

Movie Name Director Release Date
2 States Abhishek Varman 18 April 2014
Udta Punjab Abhishek Chaubey 17 June 2016
Raazi Meghna Gulzar 11 May 2018
Gangubai Kathiawadi Sanjay Leela Bhansali 25 February 2022
RRR SS Rajamouli 24 March 2022

2 States – 2 સ્ટેટ્સ

અભિષેક વર્મન નિર્દેશિત ફિલ્મ ‘2 સ્ટેટ્સ’ 18 એપ્રિલ 2024 ના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં અર્જુન કપૂર, આલિયા ભટ્ટ અને અમૃતા સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ બે અલગ-અલગ રાજ્યોમાંથી આવતા બે લોકોની લવ સ્ટોરી છે. તેઓ લગ્ન કરવા માંગે છે, પરંતુ તેમના માતાપિતા તેમના લગ્ન માટે સંમત થવામાં મુશ્કેલી અનુભવે છે. તેઓ તેમના માતા-પિતાને સમજાવવાનો ખૂબ પ્રયાસ કરે છે અને અંતે સફળ થાય છે.

2 States – Official Trailer

Udta Punjab – ઉડતા પંજાબ

અભિષેક ચૌબેની આ ફિલ્મ 17 જૂન 2016 ના રોજ રિલીઝ થઈ હતી, આ ફિલ્મ 34 કરોડના બજેટની અંદર તૈયાર થઈ હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર અને દિલજીત દોસાંઝ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળે છે. ઉડતા પંજાબ ફિલ્મ એક સારી ફિલ્મ છે જે આપણને પંજાબમાં ડ્રગ્સની વધતી સમસ્યા વિશે જણાવે છે.

Udta Punjab – Official Trailer

Raazi – રાઝી

મેઘના ગુલઝારની આ ફિલ્મ 11 મે 2018 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આલિયાએ ભારતના RAW એજન્ટ સેહમત ખાનની ભૂમિકા ભજવી હતી. રાઝી એક છોકરીની વાર્તા છે જે પાકિસ્તાન જાય છે અને ભારતની સુરક્ષા માટે જાસૂસી કરે છે. તે એક RAW એજન્ટ છે અને તેણે પાકિસ્તાનમાં એક પાકિસ્તાની પુરુષ સાથે લગ્ન કરવા છે. તેણે આ વ્યક્તિની જાસૂસી કરવાની છે અને પાકિસ્તાનની યોજનાઓ વિશે ભારતને માહિતી આપવાની છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ખૂબ જ સફળ રહી હતી અને 195.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Raazi Official – Trailer

Gangubai Kathiawadi – ગંગુબાઈ કાઠિયાવાડી

આ ફિલ્મમાં આલિયા ભટ્ટે ગંગુબાઈ કાઠિયાવાડીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં આલિયાની એક્ટિંગ જોરદાર છે. આલિયાએ ગંગુબાઈના દર્દ, સંઘર્ષ અને જીતને ખૂબ જ સુંદર રીતે દર્શાવી છે. ગંગુબાઈ કાઠિયાવાડી એ સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ કમાઠીપુરામાં રહેતી મહિલા ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર આધારિત છે. ગંગુબાઈ એક વેશ્યા હતી, પરંતુ તેણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને છેવટે એક સામાજિક કાર્યકર બની.

Gangubai Kathiawadi – Official Trailer

RRR

એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ RRR એ ખૂબ જ સફળ રહી હતી, અને ખૂબ જ કમાણી કરી હતી. આ ફિલ્મ 24 માર્ચ 2022 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે સીતાની ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મમાં બ્રિટિશ શાસન સામે લડતા બે મિત્રોની વાર્તા બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં આલિયાની સાથે અજય દેવગન, રામ ચરણ અને એન. ટી. રામારાવ જુનિયર જેવા મહાન કલાકારોએ ભૂમિકા ભજવી હતી

RRR Official Trailer

આ પણ વાંચો : 5 Best Detective Movies: આ ધમાકેદાર ફિલ્મો જોઈને તમારા હોશ પણ ઉડી જશે !

આ પણ વાંચો : POCO C51 Flipkart Offer,5000 mAh બેટરી વાળો સ્માર્ટફોન માત્ર 5,999 રૂપિયામાં ખરીદો

Leave a Comment