Upcoming January Cars India : નવા વર્ષમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે આ 5 કાર

Upcoming January Cars India

Upcoming January Cars India: નવું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે બજારમાં અનેક પ્રકારની શાનદાર કાર આવવા તૈયાર છે, જો તમે પણ નવા વર્ષમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ તમારા માટે સુવર્ણ તક છે. તો ચાલો નવા વર્ષની શરૂઆતમાં આવનારી કાર ઉપર નજર કરીએ.

Upcoming January Cars India list

  1. Maruti Suzuki New-Gen Swift
  2. MG 5 EV
  3. Kia Sonet Facelift
  4. Mercedes-Benz GLS Facelift
  5. Hyundai Creta Facelift

Maruti Suzuki New-Gen Swift

ભારતની મનપસંદ કારમાંની એક મારુતિ સુઝુકી શિફ્ટ 2024માં એકદમ નવા અંદાજમાં જોવા મળશે. દેખાવમાં પહેલા કરતા વધુ સ્પોર્ટી કાર હોવાની અપેક્ષા છે. Maruti Suzuki New-Gen Swift માં આધુનિક ડિઝાઇન અને ખુબ જ સારી સુવિધાઓ મળશે. જેમાં એન્જિન વિકલ્પમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી, પરંતુ નવું પ્લેટફોર્મ વધુ સારું પ્રદર્શન અને માઈલેજ ઓફર કરી શકે છે. આ મનપસંદ કારની અંદાજિત કિંમત 6.50 લાખથી દસ લાખ રૂપિયા છે.

New Upcoming January Cars India Maruti Suzuki Swift

MG 5 EV

MG 2 જાન્યુઆરીએ ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે તેની નવી MPV, MG 5 EV લોન્ચ કરવા જઈ રહી છે. 50kW અને 135kW ના બે બેટરી વિકલ્પો સાથે 250km થી 400km ની રેન્જ ઓફર કરતી આ કાર આધુનિક ડિઝાઇન અને વધુ સારી સુવિધાઓ સાથે આવે છે. સંપૂર્ણ પેનોરેમિક સનરૂફ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પાવર વિન્ડોઝ અને 360 ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ આ કારને ઇલેક્ટ્રિક માર્કેટમાં મજબૂત દાવેદાર બનાવે છે. જેની અંદાજિત કિંમત 27 લાખ રૂપિયા હોઈ શકે છે.

New Upcoming January Cars India MG 5 EV

Kia Sonet Facelift

ભારતીય બજારમાં કિયા સોનેટની ખૂબ જ લોકપ્રિયતા છે હવે તેનો નવો અવતાર, સોનેટ ફેસલિફ્ટ, 2024 માં લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો આપણે તેની નવી ડિઝાઈનની વાત કરીએ તો આગળ અને પાછળના બમ્પર્સ, સ્ટાઇલિશ LED હેડલાઇટ્સ અને ટેલલાઇટ્સ, નવા 16-ઇંચના એલોય વ્હીલ્સ અને બુટ લિડ પર LED લાઇટ બારનો સમાવેશ થશે. 360-ડિગ્રી કેમેરા અને પાછળના દરવાજાના સનશેડ પડદા તમને આધુનિક અનુભવ આપશે. જેની અંદાજિત કિંમત 8.00 લાખથી 15.00 લાખ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. જાન્યુઆરીમાં બુકિંગ શરૂ થવાની ધારણા છે.

Upcoming January Cars India Kia Sonet Facelift

Mercedes-Benz GLS Facelift

લક્ઝરી સેગમેન્ટમાં હલચલ મચાવનાર Mercedes-Benz GLS પણ 8મી જાન્યુઆરીએ ભારતીય બજારમાં લોન્ચ થઈ રહી છે. જેની અંદાજિત કિંમત રૂ. 1.35 કરોડથી શરૂ થઈ શકે છે. નવી ડિઝાઇનમાં, તમે આગળ અને પાછળના બદલાયેલા બમ્પર, ફરીથી ડિઝાઇન કરેલ LED હેડલેમ્પ્સ, ગ્લોસી બ્લેક ઇન્સર્ટ અને નવા 20-ઇંચના એલોય વ્હીલ્સ જોશો. લેટેસ્ટ MBUX ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમનો ઉપયોગ, પારદર્શક બોનેટ ફંક્શન, ત્રણ ડિસ્પ્લે મોડ અને ઈન્ટિરિયરમાં બે ઈન્ટિરિયર થીમ લક્ઝરીનો અલગ અનુભવ કરી શકશો.

Mercedes-Benz GLS Facelift

Hyundai Creta Facelift

Hyundai Creta પણ નવા વર્ષમાં ફેસલિફ્ટ મેળવી રહી છે. Creta ફેસલિફ્ટને મિડ-લાઇફ ફેસલિફ્ટ મળી રહી છે, જેમાં અપડેટેડ ફ્રન્ટ ગ્રિલ, નવા હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સ, નવા એલોય વ્હીલ્સ અને આંતરિક ભાગમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. જો કે, એન્જિન વિકલ્પોમાં કોઈ મોટા ફેરફારોની અપેક્ષા નથી. જેની અંદાજિત કિંમત રૂ. 11.50 લાખથી રૂ. 20.70 લાખની વચ્ચે હોવાનું કહેવાય છે. કંપની લોન્ચની નજીક સત્તાવાર કિંમતો જાહેર કરશે.

New Upcoming January Cars India Hyundai Creta Facelift

આ પણ વાંચો : નવા વર્ષની ઓફરમાં 10,999 રૂપિયાનો મોબાઈલ, મળી રહ્યો છે માત્ર 6,499 રૂપિયામાં

આ પણ વાંચો : Top 5 Movies of Alia Bhatt : આ છે આલિયા ભટ્ટની 5 ધમાકેદાર ફિલ્મો, અહીં જુઓ લીસ્ટ

Leave a Comment